Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

‘આવકાર’ E-MagazineFor You

‘આવકાર’ વિશે થોડુંક....
                                           ભારતીય શિક્ષણની ક્ષિતિજો ફરી એક વાર જ્ઞાનના સામર્થ્યથી વિસ્તરી રહી છે ત્યારે ઉના તાલુકામાં અમારા શિક્ષક મિત્રો કોઈને કોઈ, કંઈને કંઈ શિક્ષણનું નવું કાર્ય કરી રહ્યા છે, જે આવનારા વર્ષોમાં સમાજ, શિક્ષણ અને બાળકોને કામ લાગવાનું છે. આવી નવ્ય પ્રવૃત્તિઓ ન માત્ર ઉના કે જુનાગઢ પૂરતી સિમિત રહે પરંતુ ગુજરાતભરમાં અને ગુજરાતી વાંચતા વિશ્વમાં વિસ્તરે તે અંર્ગત જ થોડાંક શિક્ષક મિત્રો મળીને એક ઈ-મેગેઝિન લાવી રહ્યા છીએ. જેથી કરીને આ પ્રવૃત્તિ અમારા થોડાંકની ન રહેતા બધાની બની રહે. 

‘આવકાર’માં..
  • બાળકો દ્વારા સર્જન કરાયેલી મૌલિક કૃતિને સ્થાન આપવામાં આવશે.
  • શિક્ષકો દ્વારા સર્જન કરાયેલી મૌલિક કૃતિ ઉપરાંત સંશોધન લેખોનો પણ સમાવેશ થશે.
  • પ્રાથમિક શાળાને ઉપયોગી થાય તેવા વિવિધ વિષયોના મોડેલ પેપર્સ
  • બાળકોના મૌલિક સર્જનમાં વાર્તા, કાવ્ય, હાઈકુ, ઉખાણાં, જોડકણાં, બાળગીતો વગેરે સર્જનાત્મક લેખન અમને મોકલી શકો છો.
  • ચિત્ર, ક્રાફ્ટ કે એવી કોઈ પ્રવૃત્તિ હોય તો તેને આપ ઈમેજ રૂપે અહેવાલ સાથે મોકલી શકો છો.
  • આપની શાળાની વિશેષતા વિશે કે વિશેષ પ્રવૃત્તિઓ ચાલતી હોય તો  તે વિશે પણ આપ અહેવાલ આપી શકો છો.
  • આવા વિવિધ વિષયોનો સમાવેશ આ સામયિકમાં કરવામાં આવશે જે બાળકોના સર્જનાત્મક વિકાસમાં ઉપયોગી થશે તથા શિક્ષકોને વર્ગવ્યવહારમાં પણ ઉપયોગી થશે.
નિયમો –
  • આપ કોઈ પણ કૃતિ મોકલો તેની સાથે આપની શાળાનું નામ, વિદ્યાર્થીની કૃત્તિ હોય તો તેનું નામ-ધોરણ-વર્ગ-રોલનં. સહિત મોકલવું.
  • શિક્ષકોએ પોતાની કૃતિ કે લેખ મોકલતી વખતે પોતાનું નામ-શાળા-હોદ્દો- મોબાઈલ નં. અથવા ઈ-મેઈલ આઈડી અવશ્ય મોકલવા.
  • કોઈપણ કૃતિને આ મેગેઝિનમાં પ્રકાશિત કરવા માટેનો યોગ્ય-અયોગ્યનો નિર્ણય અમારા મેગેઝિનના શિક્ષક મિત્રોની સમિતિનો રહેશે.
  • આ મેગેઝિન સંપૂર્ણપણે શિક્ષકમિત્રોના સ્વખર્ચે થતો હોય, પુરષ્કારની અપેક્ષા ન રાખશો, તે માટે ક્ષમ્ય ગણશો.
  • આપની શાળા વિશે અહેવાલ પ્રકાશિત કરાવવા ઈચ્છતા હો ત્યારે આપની શાળાના આચાર્ય સાહેબનો લેખિત મંજૂરીપત્ર સાથે મોકલવા વિનંતી.
હેતુ –
  • આવકારનો હેતુ શુદ્ધ અને સાત્વિક સર્જન અને શિક્ષણમાં વિકાસ કરવાનો અને કરાવવાનો છે.
  • બાળકો નવું સર્જન કરતા હોય છે પરંતુ તે શાળાના નોટિસબોર્ડ પૂરતું સિમિત રહે છે, ત્યારે આ ઈ-મેગેઝિનથી તેને નવું વિશ્વ ઓળખે – જાણે તેવું સ્ટેજ પૂરું પાડવાનો ઉદ્દેશ્ય છે અને જેથી બાળકમાં આત્મવિશ્વાસ વધે અને તેને આવી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા માટેનું પ્રોત્સાહન પ્રાપ્ત થાય.
  • શિક્ષકમિત્રો, કોઈ એક પ્રવૃત્તિથી એક વ્યક્તિ પોતાના વર્ગ કે શાળામાં સારું પરિણામ મેળવી શક્યો છે તો તે પ્રવૃત્તિ બીજા સુધી પહોંચશે તો બીજાને ઉપયોગી થશે અને એમ એક યા બીજી રીતે સૌનો સાથ મેળવીને આપણો શૈક્ષણિક વિકાસ સધાય તેવી અભિલાષાથી જ આ ઈ-મેગેઝિનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
You Can Send Your Work: 

E-mail : help@edumatireals.in, bnachiketa@gmail.com

WhatsApp & Telegram Number- 93288 32131 


નોંધ – આ મેગેઝિન કોઈ સંગઠન – સંસ્થા કે સરકારશ્રી કે રાજકીયઘટકો દ્વારા કાર્યરત નથી જેની નોંધ લેશો.  તથા અહીં જો કોઈ વ્યક્તિ કૃતિની યોગ્યાયોગ્યતાના આ કામને સંભાળનાર બને છે તો એ માત્ર સહકાર જ આપે છે તેના અંગત સ્વાર્થ માટે કોઈ કશું કરતું નથી.  ઉપર જણાવેલા શુદ્ધ અને સાત્વિક ઉદ્દેશ્યો સાથે આ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સૌના સહકારની અપેક્ષા સહ....

You Can Also Download ‘આવકાર’ E-magazine Below Site:




Read More Click here Latest Current Affair Click Here


TET MATERIALS CLICK ME


Check Your Gunotsav Grade