તમારા દોસ્તો વચ્ચે તમારી ઈમ્પ્રેશન જમાવી તેમણે થોડા પરેશાન કરવા માંગો છો? અથવા તમારો દોસ્ત તમને કંઈક આવી રીતે હેરાન કરે છે. તો જાણો આ કાર્ય કંઈ રીતે થાય છે.
કોઈકને હેરાન કરી તમે પણ હેરાનગતિ સહવા તૈયાર રહો, મોબાઈલની આ ટેકનીકમાં તમે એકથી વધારે એપ ડાઉનલોડ કરી તેના અલગ અલગ ફીચર્સ તમારા દોસ્તો પર પણ અજમાવી શકો છો. જેમાં ગુગલ પ્લે માંથી Voxox, Lifehacker, Spoofcard, Tracebust, CallerIDFaker જેવા એપમાં તમારી આઈડેન્ટિ બદલી શકાય છે.
Tracebust નામની એપ તમને ટ્રાયલના થોડાક સમય માટે ફી સુવિધા આપે છે. જેના પછી તમારે પૈસા ભરવા પડે છે.Maskmynumber અને CallerIDFaker પર તમે ફેક કોલ રેકોર્ડ પણ કરી શકો છો.આ એપ તમને અવાજ બદલીને કોલ કરવાનું ઓપ્શન પણ આપશે.
Spoofcard નામની એપ પર ગ્રુપ બનાવી તમે મસ્તી પણ કરી શકો છો.અથવા તેમાં સાઉન્ડ ઈફે્ક્ટ પણ લગાવી શકો છો. જે આસપાસના અવાજને પણ ક્રિએટ કરે છે. જેનાથી સામે વાળા વ્યકિતને એવું ફિલ થાય છે કે તમે બજાર કે ટ્રાફિકમાં ફસાયેલ છો.
Fake-A-Call-Free એપ પર તમે તમારા કોલને અમુક સમય માટે સેટ કરી શકો છો.Fake Call & SMS પર તમે નંબર બદલીને નંબર અને મેસેજ મોકલી શકો છો. પરંતુ એ વાતનુ ધ્યાન રહે કે આ મસ્તી મજાક કરવા માટે તમારી ખિસ્સું થોડું ઢીલું કરવું પડે તેમ છે. ઉપર દર્શાવેલ કોઈ પણ એપમાં દિવસના 3 ફેક કોલ કરી શકો છો.
આવી મજાક મસ્તીવાળી એપ યુવાનોને હંમેશા પ્રિય હોય છે.પરંતુ આવી એપ્લિકેશનનો ઉપયોગ ખોટા રસ્તે ન કરો.
Source - Sandesh News Paper
Cool Android App For Fun With Your Friends Hide Your ID And Call Your Friends | Don't Misuse Of This Apps
June 23, 2015
0
Tags