Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Bal Seva Yojana - કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને સરકાર આપશે 50 હજારની સહાય, જાણો કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

BM web
9 minute read
0

Mukhyamantri Bal Seva Yojana:: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની NDA સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે સંવેદનાપૂર્ણ અભિગમ સાથે નિરાધાર- અનાથ બાળકોના આર્થિક આધાર અને ભવિષ્યની કાદકિર્દી માટે સહાયરૂપ યોજના- મુખ્યમંત્રી બાલ સેવા યોજના જાહેર

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને સરકાર આપશે 50 હજારની સહાય, જાણો કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

Bal Seva Yojana - કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને સરકાર આપશે 50 હજારની સહાય, જાણો કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર


કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે આર્થિક સહાય, આ સહાય માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ.

  • કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે સહાય
  • મૃતકોની સહાય લેવા પરિવારજનોએ ભરવા પડશે ફોર્મ
  • 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે જે લોકો કોરોનામાં મૃત્યું પામ્યા છે તેમના પરિવારજનો માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનામાં જે પરિવારોના સ્વજનો અને ઘરના મોભી ગુમાવ્યા છે તેમને કેન્દ્ર સરકારે આર્થિક સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. આ સહાય માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 

કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે સહાય

કોરોનામાં પરિવારોએ ઘરનું ગુજરાન ચલાવનાર સ્વજનો ગુમાવ્યા છે ત્યારે કોરોનામાં મૃત્યું પામેલા મૃતકોના સ્વજનો માટે થોડી રાહત મળે તે હેતુથી  કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે, કોરોના કારણે મુત્યુ પામનાર મૃતકોના સ્વજનોને સહાય મળે માટે કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ હવે  15 નવેમ્બરથી સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. 

મૃતકોની સહાય લેવા પરિવારજનોએ ભરવા પડશે ફોર્મ

ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયારી કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપશે, કોરોના સહાય માટે સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના હોવું જરૂરી છે અને કોરોનાથી થયું છે કે નહીં તેના પર ખરાઈ બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે. 

15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

મહત્વનું છે કે કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે સહાય માટે મંજૂરી આપતા જણાવ્યું છે કે આ આર્થિક મદદ અન્ય કલ્યાણ યોજનાથી અગલ હશે જે રાજ્યના આપદા પ્રબંધન ફંડમાંથી આપવામાં આવશે એટલું જ નહીં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજના દાવો કરે એના 30 દિવસની અંદર આ સહાય મળી જશે. 

કેન્દ્ર સરકારે 50 હજાર આર્થિક મદદની કરી છે જાહેરાત

આપને જણાવી દઈએ કે કોરોના કાળમાં કેટલાક લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા જ્યારે કેટલાકના ઘરોમાં જ મોત નિપજ્યા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટે નિર્દેશ એ પણ કર્યો છે કે ઘરે કે હોસ્પિટલમાં જે પણ કોલોના કોવિડના કારણે મૃત્યું પામ્યા હશે તે તમામને આ વળતર આપવું, સુપ્રમી કોર્ટે NDMA આરોગ્ય મંત્રાલય રાજ્યો માટે દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે આ વળતર સહાય માટે ફરિયાદ નિવારણ સમિતી પુરાવાઓની તપાસ કરી શકે છે તેમજ સમિતીને હોસ્પિટલનો રેકોર્ડ મંગાવવાનો પણ અધિકાર આપવામાં આવશે. 

કોરોના મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ મળશે

કોરોના કાળમાં આરોગ્યની અપૂર્તી સુવિધાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, દેશ અને રાજ્યોમાં સ્થિતિ એટલી વણસી હતી કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા લાગી હતી, તો કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિઝન અને દવાઓના અભાવના કારણે પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, પરિસ્થિતિ એટલી હદી વણસી હતી કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા બેડ પણ ઉપલબ્ધ નહોતા થઈ શકતા, અને દર્દીને હોસ્પિટલોમાં લઈ જવા 108માં પણ કલાકો અને દિવસો સુધી વેટિંગ બોલાતું ત્યારે કોરોનામાં મુત્યું પામેલા મૃતકોને થોડા ઘણા અંશે આર્થિક સહાય મળે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ હવે સહાય માટે ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. ન્યુઝ સોર્સ.. VTV & સંદેશ ન્યુઝ

જાણો કયાં વિસ્તારમાં મૃત્યુનું સર્ટિફિકેટ કોણ આપશે ?

  • મહાનગરપાલિકામાં રજિસ્ટ્રાર અને તબીબી અધિકારી
  • નગરપાલિકામાં રજિસ્ટ્રાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારી
  • ગ્રામ્યકક્ષાએ રજિસ્ટ્રાર અને તલાટી-કમ-મંત્રી
  • કેન્ટોનમેન્ટ બોર્ડમાં રજિસ્ટ્રાર અને મુખ્ય કારોબારી અધિકારી
  • જંગલ વિસ્તારમાં રજિસ્ટ્રાર અને રેન્જ ફોરેસ્ટ અધિકારી
કોરોના થી મૃત્યુ પામેલ ને 50000 વળતર બાબતે તા 29/10/2021 નો પરિપત્ર:: Click Here
કોરોના થી મૃત્યુ પામેલ ને 50000 વળતર બાબતે તા 20/11/2021 નો પરિપત્ર:: Click Here

માતા પિતા બંને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આર્થિક આધાર-શિક્ષણ-આરોગ્ય- ઉચ્ચ અભ્યાસ- રોજગારી- તાલીમ- વિદેશ અભ્યાસ લોન માટે રાજ્ય સરકાર સહાયક બનશે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી 

 • ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળક દિઠ રૂ. ૪૦૦૦ની સહાય અપાશે 

• પુખ્ત વયના બાળક જેનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. ૬૦૦૦ની સહાય અપાશે 

• માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબનના લાભ કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે અપાશે 

• વિદેશ અભ્યાસની લોન પણ કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય અગ્રતા ધોરણે અપાશે 

• માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવી નિરાધાર કન્યાઓને શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ- નિવાસી શાળાઓમાં પ્રવેશ અગ્રતા-હોસ્ટેલ ખર્ચ 

• માતા-પિતા બંને ગુમાવેલા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ- મા કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર અગ્રતા ક્રમે મળશે ............. 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા CM announces child service schemeની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 

Bal Seva Yojana - મુખ્યમંત્રી બાલ સેવા યોજના જાહેર


મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની NDA સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે સંવેદનાપૂર્ણ અભિગમ સાથે નિરાધાર- અનાથ બાળકોના આર્થિક આધાર અને ભવિષ્યની કાદકિર્દી માટે પ્રધાનમંત્રીશ્રીએ કોરોનામાં પોતાના માતા-પિતા ગુમાવનારા બાળકો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે તેમના ભવિષ્યનો વિચાર કરીને PM Care Fund માંથી જે સહાય જાહેર કરી છે તે માટે પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારે પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારના સાત વર્ષ પૂર્ણ થવાની પૂર્ણ સંધ્યાએ ગુજરાતમાં અનાથ- નિરાધાર બાળકોના આર્થિક આધાર અને તેમના ભવિષ્ય માટે આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની આ જાહેરાત આજે કરી છે. 

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મળેલી કોરકમિટિની બેઠકમાં આ બાલ સેવા યોજના જાહેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી એ એવી પરિસ્થિતિ ઉભી કરી છે કે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમણે સંવેદનાપૂર્વક ઉમેર્યું કે, કોઇ એ પોતાના વ્હાલ સોયા દિકરા-દિકરીઓ ગુમાવ્યા છે તો કોઇ એ ભાઇ-બહેન-પત્નિનો સાથ ખોયો છે અને રાજ્યમાં કેટલાય બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, ગુજરાતની સંવેદનશીલ સરકાર કોરોનાના આ કપરાકાળમાં આવા નિરાધાર અને માતા-પિતા બંને ગુમાવી ચુકેલા બાળકોની વેદનામાં પૂરી સંવેદનાથી પડખે ઉભી રહી છે અને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાથી આવા બાળકોને આર્થિક આધાર આપવાનો સેવાભાવ પ્રગટ કર્યો છે. આ મુખ્યમંત્રીશ્રી Bal Seva Yojanaના લાભો અને અન્ય વિશેષતાઓની વિગતોમાં જણાવ્યું કે, રાજ્યમાં એવા બાળકો જેમણે પોતાના માતા-પિતા બંને ગુમાવ્યા છે તેવા બાળકોને આર્થિક સહાય- આધાર આપીને તેમને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકારની “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો લાભ મળશે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીના આ સંક્રમણ દરમિયાન જે બાળકોના પરિવારના મુખ્ય કમાનાર પિતા અથવા માતા કે પિતા બંનેનું અવસાન થયું છે તેવા બાળકોના ભરપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ- લોન અને સહાય પૂરી પાડવા આ યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 

બાળ સેવા યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

Bal Seva Yojana - મુખ્યમંત્રી બાલ સેવા યોજના જાહેર



મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના જે લાભો જાહેર કર્યા છે તદઅનુસાર, 

• ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા- પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ રૂ. ૪,૦૦૦ રાજ્ય સરકાર આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે આપશે.

• જે બાળકોનો ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈને આવકની મર્યાદાના બાધ સિવાય દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. 

• ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ મળશે. 

• એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે. • રાજ્યના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતીના બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજુર કરાશે.

• સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે. 

• એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે.

• આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે. 

• ૧૪ વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે.

• જે દિકરીઓ એ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે. 

• આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે. 

• કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે. 

Bal Seva Yojana



 મુખ્ય મંત્રી બાળ સેવા યોજના માટે નક્કી કરેલ વય મર્યાદા માં સુધારો કરવા બાબત ઠરાવ તા ૨૭-૭-૨૧ અહીંથી ડાઉનલોડ કરો


સંપૂર્ણ માહિતી ડાઉનલોડ કરો અહીંથી

• આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ આ અગાઉ ઉદાર સહાય આપીને તેમના પરિવારોની દુ:ખની ઘડીએ તેમની પડખે ઉભી રહી છે. હવે, મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ સમય દરમિયાન માતા-પિતા બંને ગુમાવીને નિરાધાર અને અનાથ બની ગયેલા બાળકો એ નિરાધાર બાળકો નથી પણ રાજ્ય સરકાર તેમની પડખે તેમના વાલી બનીને ઉભી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આવા બાળકોનું ભવિષ્ય રોળાઇ ન જાય તેવી પૂરી સંવેદનાથી આ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો રાજ્યમાં ત્વરાએ અમલ કરાશે. .......... Source Click Here

Post a Comment

0Comments
Post a Comment (0)