G-SHALA
The Government of Gujarat has planned to provide education to more than 56 lakh students of Std. 1 to 12 who have a smartphone or tablet at home through Home Learning through Learning Management System G-SHALA and e-Content. G-SHALA Application Download link will also be provided here. G-SHALA Application Arrangements will be made by the Gujarat Education Department for students of Std. 1 to 12 who have a smartphone or tablet to get education through Home Management Learning Management System G-SHALA (Gujarat Students Holistic Adaptive Learning App). G-SHALA Gujarat The Gujarat Student Holistic Adaptive Learning App, an innovative project for home study learning for students sitting at home during the time of Corona, has also been launched in the state of Gujarat.🌐🌀 G - SHALA એપ્લિકેશન - વિદ્યાર્થી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા
(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે
(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો
(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો
(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે
(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો
(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો
(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે
(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે
(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે
(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો
(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે
(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે
🌀🌐 G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે. એપ્લિકેશન અહીથી ડાઉનલોડ કરો
🌐🌀 G - SHALA એપ્લિકેશન - શિક્ષકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
(૧) સૌ - પ્રથમ આપ પ્લે સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )
(૨) ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરો અને સૌથી નીચે આપેલ બટન ( સાઈન અપ ) પર ક્લિક કરો
(૩) હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો
(૪) ત્યારબાદ નીચે તમારો શિક્ષક કોડ ( ૮ અંકનો SSA કોડ ) પસંદ કરો
(૫) હવે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP ) આવશે
(૬) હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે ( બંને ખાનામાં સરખો પાસવર્ડ સેટ કરવાનો છે )
(૭) ત્યારબાદ સૌથી નીચે આપેલ સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મોબાઇલ નંબર પર એક ૪ અંકનો OTP આવશે જે તમારે એન્ટર કરવાનો છે
(૮) હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે તેવો થાય છે
(૯) હવે ફરીથી તમારે મોબાઇલ નંબર અને તમારો પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે
(૧૦) શિક્ષકો માટે સરસ એપ્લિકેશન છે જેમાં વિવિધ મેનુ આપેલ છે હાલ એપ્લિકેશન અપડેટ થઈ રહી હોવાથી તમામનો ઉપયોગ થઈ શકતો નથી પરંતુ આવનાર થોડા દિવસોમાં આ એપ્લિકેશન સંપૂર્ણ અપડેટ થઈ જશે