Gujarat Gyan Guru Quiz Result 2022 @g3q.co.in | G3Q Result Link 2022. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
Gyan Guru Online Quiz Competition 2022 | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
Gujarat Gyan Guru Online Quiz Competition 2022 | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ
રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)”નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે.
જ્ઞાનગુરુ ક્વિઝનો ઉદ્દેશ્ય
આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે.
જ્ઞાનગુરુ ક્વિઝનો ઈનામની વિગતો
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) :
શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.૨૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.૧૫૦૦/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) રૂ.૧૦૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.૩૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.૨૧૦૦/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) રૂ.૧૫૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ : શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ :
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને રૂ.૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
કોલેજ-યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ:
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ - ૧) એમ બે વ્યક્તિ માટે નિ:શુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ
જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.
આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામા આવશે.
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, તિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,000 નું ઈનામ આપવામાં આવશે.
રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામો :
જિલ્લા કક્ષાની ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે. ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.
આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા જાહેર કરવામાં આવશે,
રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૫૦,૦૦૦ ના ઈનામ આપવામાં આવશે.
અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ :
સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
ક્વિઝની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની ૨ બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
આ ઉપરાંત તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને
તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર
જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમા સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)
જે-તે તાલુકામાં વધુ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીને, મ્યુનિસિપલ કક્ષાએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.
ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
GUJARAT GYAN GURU QUIZ (G3Q) is organized by the Education Department, All students studying from standard 9 to 12 and college, and university levels, and the people of Gujarat in other categories can also participate. There will be no registration fees.
ક્વિઝના સામાન્ય નિયમો :
1. ક્વિઝના સાચા જવાબ માટે ૦૧ ગુણ મળશે તથા ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ કપાશે. વિજેતાની પસંદગી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ ધરાવનારને વિજેતા ઘોષિત કરવામાં આવશે. જ્યાં તમામ મેરીટ સરખા થતાં ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનના સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુત્તમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
2. ક્વિઝના પરિણામ માટે ઓનલાઇન ક્વિઝ દરમિયાન ક્વિઝના દરેક સ્પર્ધકે ક્લિક કરેલા જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર ઍનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.
3. ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહિ
4. ક્વિઝની કોઈ પણ બાબત અંગે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. આ બાબતે કોઈ પણ પત્ર વ્યવહાર કે રજુઆતને ધ્યાને લેવામાં આવશે નહિ
5. ક્વિઝનાં જવાબો અંગે તથા ક્વિઝની માહિતી અંગે ક્વિઝના આયોજકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
6. આ ક્વિઝ મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, આઈ ફોન, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, IPad જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈ પણ સ્થળેથી રમી શકાશે.
7. સ્પર્ધકોને સ્થાનિક કક્ષાએ ઈન્ટરનેટની ક્ષતિ, ઈન્ટરનેટની સ્પીડ, નેટવર્કની સમસ્યા, મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની સમસ્યા કે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ તેમજ આ પ્રકારની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
8. ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવા પાત્ર થશે નહિ.
9. ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)માં ભાગ લેનાર તમામ સ્પર્ધકો પોતાની સ્વેચ્છાએ આ ક્વિઝમા ભાગ લે છે અને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વઝ(G3Q) અંગેના તમામ નિયમો અને શરતો જે-તે સ્પર્ધકને મંજૂર અને કબૂલ કર્તા રહેશે.
10. ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)ની તમામ બાબતો, ઇનામની રકમો અને શરતોમાં ફેરફાર કરવાનો તથા અસાધારણ સંજોગોમાં ક્વિઝ સંપૂર્ણપણે નિયત સમય અવધિ પહેલાં સમાપ્ત કરવાનો શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો અબાધિત અધિકાર રહેશે.
Gyan Guru Online Quiz Competition 2022 - g3q.co.in ==> પરિપત્ર
Gyan Guru Online Quiz Competition 2022- g3q.co.in ==> રજીસ્ટ્રેશન અહીંથી કરો
Gyan Guru Online Quiz Competition 2022 ==> ક્વીઝ રમવા માટે અહી ક્લિક કરો
Gyan Guru Online Quiz Question Bank 2022 ==> પ્રશ્ન બેંક માટે અહી ક્લિક કરો
Gyan Guru Online Quiz Result Week- 6 2022 ==> ક્વીઝ રિઝલ્ટ માટે અહી ક્લિક કરો
Gyan Guru Online Quiz Answer Key 2022 ==> ક્વિઝના જવાબો માટે અહી ક્લિક કરો
Gyan Guru Online Quiz Question Bank 2022 | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ
1. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં દ્વિતીય આવેલ છે?
2. ર૦ મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલ કાર્ડધારક માછીમારોને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે?
3. CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
4. સેન્ટર ઓફ એકસલન્સની શી કામગીરી છે?
5. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન કોને જોડવાનું કામ કરે છે ?
6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ "પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ" મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી?
7. વર્ષ 2022 મુજબ ભારતમાં કેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(NIT) આવેલી છે?
8. ગુજરાતના દરિયાકિનારે એલએનજી પ્રાપ્તિ અને પુનઃગેસિફિકેશન ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાની કઈ નીતિ છે?
9. 'દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના'કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
10. બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
11. ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
12. MIBORનું પૂરું નામ શું છે ?
13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
14. તા 31/01/2022ની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હેઠળ (રાજ્ય તેમજ કોર્પોરેશન હસ્તક તમામ) કેટલી પ્રયોગશાળાઓ છે ?
15. 'અશ્રુઘર' નવલકથાના લેખકનું નામ શું છે ?
16. ચાંપાનેરની ઐતિહાસિક સાઇટ્સને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે ?
17. ગુજરાતમાં કવાંટ મેળો કયાં ભરાય છે ?
18. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે ?
19. ‘રાઇનો પર્વત’ના લેખક કોણ છે ?
20. ગુપ્ત સામ્રાજ્યનાં બાઘ ચિત્રો કયા ભારતીય રાજ્યમાંથી મળી આવ્યાં હતાં ?
21. ભારતીય અને ગ્રીક સુવિધાઓને જોડતી કલા શૈલીને શું કહેવામાં આવે છે ?
22. નિમ્નલિખિત ક્યા નેતા અમદાવાદ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે?
23. 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Echiura જોવા મળે છે ?
25. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
27. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે ?
28. કોવિડ મહામારી દરમિયાન કયા વેચાણકારોને જામીન મુકત લોન આપવામાં આવી ?
29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
30. કઈ યોજના માટે આદિવાસી ખેડૂતને રૂ.3.00 લાખના એકમ પરના કુલ ખર્ચના 90 ટકા અથવા રૂ.2.70 લાખ મળે છે ?
31. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
32. ભારતમાં 'સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે?
33. 2020 માં કેટલી મહિલા પોલીસ અધિકારીઓને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે?
34. ગુજરાતમાં નિર્ભયા ફંડ યોજના હેઠળ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા 'સેફ સિટી પ્રોજેક્ટ્સ'માં કયા શહેરનો સમાવેશ થાય છે?
35. ભારતના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?
36. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના'નો પ્રાથમિક હેતુ શું છે ?
37. વિશ્વ વસ્તી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
38. 'પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY) હેઠળ આવતા છ વર્ષમાં કયો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે ?
39. બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી ?
40. નીચેની કઈ યોજના કાપડના સંયોજિત ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને પ્લેસમેન્ટ લક્ષી તાલીમ પ્રદાન કરવા માગે છે?
41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?
42. ભારત સરકાર દ્વારા કેટલા ઔદ્યોગિક કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે?
43. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
44. નીચેનામાંથી કયું બિન ધાતુ મિનરલ છે?
45. પ્રધાનમંત્રી દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી કેટલા વર્ષ સુધી લધુતમ યોગદાન કરી શકે છે ?
46. ગુજરાત સરકાર દ્વારા 'વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના' હેઠળ બાંધકામ શ્રમિકનાં 90-100 ટકા અશક્તતાનાં કિસ્સામાં, લાભાર્થીને દર મહિને મહત્તમ કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
47. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
48. ભારત સરકારના NCS પોર્ટલમાં અત્યાર સુધી કેટલા મૉડલ કેરિયેર કેન્દ્રની ભારતભરમાં મંજૂરી આપવામાં આવી છે?
49. લોકસભા સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે?
50. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે?
51. સામાન્ય લોકો માટે 'કોર્ટમાં પ્રવેશ' નો અર્થ શું થાય છે?
52. કાયદા સુધારણા અંગે ભલામણ કયા પંચને કરવામાં આવે છે?
53. તાજેતરમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શપથવિધિ કોણે કરાવી છે?
54. નીચેના પૈકી કઈ આવક કરવેરા સિવાયની આવક છે?
55. ચલણના અવમૂલ્યનનો અર્થ શું થાય છે?
56. કડાણા ડેમના પૂરનાં પાણીને ગુજરાતની 21 નદીઓને રિચાર્જ કરવા માટે કઈ સ્પ્રેડિંગ ચેનલનું કામ ચાલુ છે ?
57. 'સ્વજલધારા કાર્યક્રમ'નું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
58. ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ સ્થાપિત જળ પરીક્ષણ પ્રયોગશાળાઓ પાણીના પરીક્ષણ અને ગુણવત્તાના ધોરણો માટે કઈ એજન્સીનું પાલન કરે છે?
59. નીચેનામાંથી કયું શહેર ઘેલો નદીના કિનારે આવેલ નથી ?
60. કઈ યોજનાનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) ના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવાનો છે?
61. પંચાયતીરાજ માટે સરળ કાર્ય આધારિત એકાઉન્ટિંગ પોર્ટલનું નામ શું છે?
62. ગુજરાતની 'પંચવટી યોજના' માટે ગ્રામ પંચાયતને કેટલી ગ્રાન્ટ મળવાપાત્ર છે?
63. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?
64. GSRTC બસ સેવાઓના પાસ માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે?
65. ભારતમાં 2 લેન નેશનલ હાઈવેની પહોળાઈ કેટલી છે?
66. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
67. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ?
68. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને અડચણ વિનાની મુસાફરી માટે પુલ બનાવવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
69. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ક્યાં સ્થાપિત થવા જઈ રહ્યું છે ?
70. SFCAC યોજના હેઠળ પાલક માતાપિતા માટે રૂ. 3000 ફાળવવા માટે કોણ જવાબદાર છે?
71. કોના આદેશથી ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા બાળકોને સલામતીના સ્થળે રાખી શકાય છે?
72. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી મિશન સાગર યોજનાનો ઉદ્દેશ શો છે ?
73. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી યોજના 'ધ્રુવ' નો ઉદ્દેશ શો છે?
74. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ કયા દિવસે કરવામાં આવ્યું ?
75. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
76. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ ગ્રેજ્યુએશન લેવલનાં વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે?
77. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની વયમર્યાદા કેટલી છે?
78. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કાર્યરત શક્તિદૂત યોજના સરકારશ્રી દ્વારા કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી?
79. એન.સી.ડબ્લ્યુ. નું પૂરું નામ શું છે ?
80. જોખમી અને ભૌગોલિક અંતરિયાળ વિસ્તારમાં કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
81. 'કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ' અન્વયે વાર્ષિક કેટલી ફી ભરપાઈ કરવામાં આવે છે ?
82. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ?
83. કડાણા યોજના કઈ નદી પર છે ?
84. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી પર નિર્માણ પામ્યો છે?
85. કારાકોરમ પર્વતમાળાની હિમનદીઓ નીચેનામાંથી કયા યુગની છે?
86. શિવસમુદ્રમ ફોલ નીચેનામાંથી કઈ નદીના વહેણમાં જોવા મળે છે?
87. બીચ વોલીબોલ માં, દરેક બાજુ કેટલા ખેલાડીઓ હોય છે?
88. સુપ્રસિદ્ધ “મુહમ્મદ અલી” દ્વારા કઈ રમત કરવામાં આવે છે?
89. નીચેનામાંથી કયો રોગ પ્રોટીનની ઉણપને કારણે થાય છે?
90. લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય છે ?
91. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના 'નાગરિકતા હક' બંધારણની કઈ કલમમાં આવે છે ?
92. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખ્ખલુસ કયું છે ?
93. માનવ શરીરના ચેતાતંત્રનો મૂળભૂત એકમ શું છે?
94. બેટરીમાં કયા પ્રકારની ઊર્જાનો સંગ્રહ થાય છે?
95. ભારતરત્ન અને નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
97. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
98. 'રાષ્ટ્રીય સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
99. સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ડુગોંગ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
100. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્વાતંત્ર્ય સેનાનીની 30 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
101. 'બાળગરબાવળી' કાવ્યસંગ્રહ કયા કવિએ લખ્યો છે ?
102. એલ.સી.એ તેજસની પ્રથમ ઉડાન ક્યારે હાથ ધરવામાં આવી હતી?
103. ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?
104. જેસલના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી હ્રદય પલટો કરાવનાર સતિનું નામ શું છે?
105. પિંક સિટી તરીકે કયુ શહેર જાણીતું છે?
106. હવામહેલ કયા શહેરમાં આવેલો છે?
107. કુંચીકલ ધોધની ઊંચાઈ કેટલી છે?
108. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
109. ભારતના 'મિસાઇલ મેન' તરીકે કોણ ઓળખાય છે?
110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કર્યું?
111. આર્ટિસ્ટ 'બેન્કસી' મૂળ કયા બ્રિટીશ શહેર સાથે સંકળાયેલ છે?
112. ડૉક્યુમેન્ટ બનાવવા માટે ફાઇલ મેનૂ પર કયો આદેશ જરૂરી છે?
113. નીચેનામાંથી કયું વપરાશકર્તાને એકસાથે અનેક સર્ચ એન્જિનો પર શોધવાની મંજૂરી આપે છે?
114. ગુજરાતમાં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલું છે?
115. કચ્છનાં ઈતિહાસમાં કઈ ગુફાઓનો ઉલ્લેખ 'ખાપરા કોડિયા'ની ગુફાઓ તરીકે થયો છે?
116. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિને શું કહેવાય છે ?
117. ત્રણેય ગોળમેજી પરિષદો સમયે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?
118. ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે?
119. કલર, રબર, કાપડમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે?
120. કવિ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?
121. વૈશાલી ખાતે વિશ્વના પ્રથમ ગણતંત્રની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
122. મહાવીરના પ્રથમ શિષ્યનું નામ શું છે ?
123. બાકસના ઉત્પાદનમાં કયા તત્ત્વનો ઉપયોગ થાય છે?
124. સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?
125. સંત બોડાણા નો જન્મ ક્યાં થયો હતો?
An activity that combines education, fun, and competition
. It has been designed keeping in mind to inculcate informally learning.
. it also adds significant educational value to each student's education.
. The quiz is more inclusive, as students from all across the state can participate irrespective of location, board, medium of education, or gender.
Gujarat Gyan Guru Quiz competition Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | Gujarat Gyan Guru Quiz Result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022
. The vision of Gujarat Gyan Guru Quiz Result 2022 @g3q.co.in | G3Q Result from Link 2022 is to provide an intensified impetus towards enthusiasm in students.
Nancy patel
ReplyDeleteDantanivikas
ReplyDeleteGohel sejal
ReplyDelete