Gujarat Police: છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. ત્યારે આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યા મુજબ, ગુજરાતના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.
પોલીસ કોન્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓની વિવિધ માંગણીઓ પર વિચારણા કરવા માટે ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક મહક/૧૦૨૦૨૧/૩૧૧૨/સ, તા.૨૮/૧૦/૨૦૨૧થી નીચે જણાવ્યા મુજબ સમિતીનું ગઠન કરવામાં આવેલ છે.
સમિતીના ચેરમેનની અધ્યક્ષતામાં સભ્યોની પ્રથમ બેઠકનું આયોજન તા.૩૦/૧૦/૨૦૨૧ના રોજ પો.મહા.અને મુ.પો.અધિકારીશ્રીની કચેરી ખાતે કરવામાં આવેલ જેમાં સમિતીના સભ્યો/તેઓના પ્રતિનિધીઓ હાજર રહેલ. બેઠકમાં, ગુજરાત રાજયના તમામ જીલ્લા/શહેરોને કુલ ૦૫ ઝોનમાં વહેંચવામાં આવેલ તથા પોલીસ કર્મચારીઓ મુકત વાતાવરણમાં રજુઆતો કરી શકે જે હેતુસર કર્મચારીઓના પ્રતિનિધિઓની વિવિધ રજુઆતો રુબરુમાં સાંભળવા ૦૫ ઝોનમાં સમિતિના સભ્યોની હાજરીમાં બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવેલ.
ઝોનમાં સમિતીના તમામ સભ્યો/પ્રતિનિધીઓ હાજર રહેલ અને કોષ્ટકમાં જણાવ્યા મુજબના પોલીસ કર્મચારીઓના પ્રતિનિધીઓની મૌખીક/લેખીત રજુઆતો સાંભળવામાં આવેલ અને અધ્યક્ષસ્થાનેથી વિવિધ પ્રશ્નોતરી કરીને વિગતો મેળવવામાં આવેલ.
આ જાહેરાત થયા બાદ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મીઠાઈ ખવડાવીને પગાર વધારાની આ જાહેરાતની ઉજવણી કરી હતી.
પોલીસ કર્મચારીઓના પગારમાં થયો વધારો
15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ ભંડોળ મુજબ રાજ્યના પોલીસ કર્મચારીઓના વાર્ષિક પગારમાં નીચે મુજબનો વધારો થશે.